વલણ ગામમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી, ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
વલણ ગામમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી, ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો…
ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના વલણ ગામમાં આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વલણ ગામમાં આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં આજરોજ બપોરના સમયે અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ઘટનાની જાણ થતા કરજણથી બે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. પરંતુ સ્ક્રેપના માલ સામાનને મોટુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.સદનસીબે કોઇ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગની જાણ થતા ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)