કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાંથી પકડાયેલ ચાર કરોડ ઉપરાંતના વિદેશી દારુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો….

કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાંથી પકડાયેલ ચાર કરોડ ઉપરાંતના વિદેશી દારુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો….
વડોદરાના કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાં ઝડપાયેલા ચાર કરોડ રૂપિયા ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો વહીવટી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ પોલીસ મથક હદ વિસ્તારમાંથી અલગ અલગ ગુનાના કામે કબ્જે કરેલી મુદ્દામાલની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ- ૧,૩૭,૬૧૨ જેની કુલ કિ.રૂ. ૪,૪૫,૮૪,૧૪૨/ નો નાશ કરવામાં આવ્યો હતો.
કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર
બી.એમ. પટેલે ટીમ બનાવી પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે સબ ડિવીઝનલ મેજીસ્ટેટ શ્રીની અધ્યક્ષતામાં આજરોજ કરજણ પોલીસ મથકના ગેરકાયદેસર પકડાયેલ વિદેશી દારૂ નાશ કરવા માટે કરજણ પોલીસ મથકના કુલ -૧૮ ગુન્હાનો મુદ્દામાલ જેમા નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ- ૧,૩૭,૬૧૨ જેની કુલ કિ.રૂ. ૪,૪૫,૮૪,૧૪૨/- નો મુદ્દામાલ બામણગામ ગામ ખાતે આવેલ મોર્ડન પેટ્રોફીલ્સ કંપનીની ખુલ્લી જગ્યામા કમીટીના સભ્યો (૧) શિવમ બારીયા સબ ડીવિઝનલ મેજી. શ્રી કરજણ તથા (૨) પી.એન.પટેલ ના.પો.અધિક્ષકશ્રી કરજણ ડીવીઝન કરજણ તથા (૩) ઈન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વડોદરા વિભાગ વડોદરા તથા (૪) બી.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર કરજણ પોલીસ મથકની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો…
:: ..કરજણ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)