ઇખર ગામની દિકરી તસ્લીમાએ ટોપર બની નામ રોશન કર્યું…શ્રી મહાલક્ષ્મી મહિલા યુનિવર્સિટી વડોદરા ખાતે યુનિવર્સિટીમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો

ઇખર ગામની દિકરી તસ્લીમાએ ટોપર બની નામ રોશન કર્યું…શ્રી મહાલક્ષ્મી મહિલા યુનિવર્સિટી વડોદરા ખાતે યુનિવર્સિટીમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો
કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એ ઉક્તિને આમોદના ઇખર ગામની દિકરી તસ્લીમાએ ટોપર બની સાર્થક કરી બતાવી છે. ઇખર સ્થિત પુર્વ આરોગ્ય સુપરવાઈઝર યુનુસભાઇ તલાટીની દીકરી તસ્લીમાએ શ્રી મહાલક્ષ્મી મહિલા યુનિવર્સિટી વડોદરા ખાતે યુનિવર્સિટીમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ તસ્લીમાને પારૂલ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. તસલીમાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના પરિવાર ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે. તસ્લીમાએ સિદ્ધિ પ્રાપ્ત કરતા તેણીને અભિનંદન પાઠવી તેઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તસ્લીમા પર ગામ પરગામથી અભિનંદનના અવિરત સંદેશાઓ આવી રહ્યા છે. સાથે સાથે સાંપ્રત આધુનિક યુગમાં તસ્લીમા સિદ્ધિ પ્રાપ્ત કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બનવા પામી છે…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)