આમોદ તાલુકા આછોદ ગામે બે સગા ભાઈઓને વીજ કરંટ લાગ્યો એકભાઇનું વીજ કરંટથી મોત થયું બીજો ઈજાગ્રસ્ત થયો

આમોદ તાલુકા આછોદ ગામે બે સગા ભાઈઓને વીજ કરંટ લાગ્યો
એકભાઇનું વીજ કરંટથી મોત થયું બીજો ઈજાગ્રસ્ત થયો.
આમોદ તાલુકાના આછોદ ગામે આજ રોજ બપોરના સમયે ગંભીર દુર્ઘટના બની હતી.જેમાં વીજ કરંટ લાગતા સગા ભાઈનું મોત થયું હતું જ્યારે અન્ય એક ભાઈ ઇજાગ્રસ્ત બન્યો હતો. પોલીસે ત્રીજા ભાઈની ફરિયાદ લઈ અકસ્માત ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા ઠાકોરભાઈ પ્રવિણભાઇ રાઠોડના ઘરે લોખંડની એંગલે તાર કપડા સુકાવવા બાંધેલો હોય જેના ઉપર કોઈક રીતે કરંટ આવી જતા વિજયભાઈ રાઠોડ ચોંટી ગયા હતા.જેથી બૂમાબૂમ થતા મહેશભાઈ રાઠોડ બચાવવા આવી ગયા હતા.ત્યાર બાદ તે લાકડી લેવા જતા ઠાકોરભાઈ રાઠોડ ઘરમાં ઊંઘમાંથી ઊઠીને આવી વિજયભાઈને ધક્કો મારવા જતા તે પણ ચોંટી ગયા હતા જેથી મહેશભાઈ રાઠોડે તાર ઉપર મારતા તાર તૂટી ગયો હતો.અને બંને ભાઈઓ નીચે પડ્યા હતા.તેમાં ઠાકોરભાઈ બેભાન થઈ ગયા હતા.ત્યાર બંનેને ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા રસ્તામાં ઠાકોરભાઈ રાઠોડનું મોત થયું હતું.જ્યારે વિજયભાઈને વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત બનતા સામુહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે સારવાર આપવામાં આવી હતી.
આમોદ પોલીસે મહેશ પ્રવિણ રાઠોડની ફરિયાદને આધારે અકસ્માત ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)
