Uncategorized
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે હર્ષદભાઈ પરમારનું વિજય સંકલ્પ સાથે નામાંકન.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે હર્ષદભાઈ પરમારનું વિજય સંકલ્પ સાથે નામાંકન……..
ઉમરેઠ, આણંદ ઉમરેઠ૧૧૧ વિધાનસભાની આગામી પેટા ચૂંટણી ૨૦૨૬ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું.. ભારતીય જનતા પાર્ટી તરફથી ડમી ઉમેદવાર તરીકે વિમલભાઈ પટેલ નું નામાંકન પત્ર ભરાયું હતું.આ પ્રસંગે આયોજિત વિશાળ જનસભામાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે દરેક ગામોમાં થી અને ઊમરેઠ નગર ના ભાજપના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોવામાં આવ્યા હતા.