Uncategorized
ભરૂચ: ને.હા.૪૮ પર માંચ પાટિયા પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત..

ભરૂચ: ને.હા.૪૮ પર માંચ પાટિયા પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત..
વડોદરા થી સુરત જતાં નેશનલ હાઈવે નં. ૪૮ પર, નબીપુર નજીક માંચ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, કાચ ભરેલા ટ્રકનું એક્સલ તૂટી જતાં તે રોડ પર ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા હાઇવા ટ્રક ધડાકાભેર આ ઊભેલી ટ્રકમાં ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવા ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે.****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)