Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

આણંદ જિલ્લા આંકલાવમાં આવેલ હીરા ગીરી શોપિંગ સેન્ટર નું દબાણ દૂર કરવા માટે આંકલાવ નગરપાલિકાના સીઓ તેમજ જવાબદાર સત્તાધીશોને લેખિતમાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતકરવામાં આવતાતેમ છતાં કોઈ રાજકીય દબાણનેલઈ હજુ સુધી દબાણ દૂર કરવામાં આવેલ ના હોય

 

આણંદ જિલ્લા આંકલાવમાં આવેલ હીરા ગીરી શોપિંગ સેન્ટર નું દબાણ દૂર કરવા માટે આંકલાવ નગરપાલિકાના સીઓ તેમજ જવાબદાર સત્તાધીશોને લેખિતમાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતકરવામાં આવતાતેમ છતાં કોઈ રાજકીય દબાણનેલઈ હજુ સુધી દબાણ દૂર કરવામાં આવેલ ના હોય તેની રજૂઆત ઉચ્ચ અધિકારી ગુજરાત રાજ્ય સરકારશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ આ રજૂઆતની ધ્યાનમાં લઈ કલેક્ટર શ્રીતેમજ માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબના.આદેશપત્ર આંકલાવનગરપાલિકામાં પાઠવવામાં આવ્યા છતાં દબાણ કેમ યથાવત?આંકલાવ શહેરમાંઆવેલ હીરાગીરી.શોપિંગ.સેન્ટર ફરી.એકવાર.વિવાદમાં આવ્યુંછે.જિલ્લાકલેક્ટર. શ્રી આંકલાવમામલતદાર શ્રીતેમજવડોદરાપ્રાદેશિકકમિશનર શ્રીદ્વારાદબાણ દૂર કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હોવા છતાં.આંકલાવ.નગર પાલિકાતંત્ર દ્વારા હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.જેનાથી.અને કસવાલો.ઊભાથઈ રહ્યા છે.સ્થાનિકસૂત્રોના જણાવ્યા મુજબ,શોપિંગ સેન્ટરમાં અનેક દુકાનો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે માર્ગ સંકોચાયો છે અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કલેક્ટરના આદેશ બાદ લોકોમાં આશા જાગી હતી કે તંત્ર ઝડપી પગલાં લેશે, પરંતુ હકીકતમાં સ્થિતિ યથાવતજજોવા મળી રહી છે.
સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ દબાણ પાછળ કોઈ રાજકીય દબાણ કામ કરી રહ્યું છે? ચર્ચાઓ ચાલી રહીછેકેઆશોપિંગ સેન્ટરમાં ભાજપ સાથે સંકળાયેલા કોઈ નેતાની દુકાન હોવાને કારણે કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.
આંકલાવ નગરપાલિકા તંત્રની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો સામાન્ય નાગરિકોદબાણ કરે તો તરત જ કાર્યવાહી થાય છે, પરંતુ અહીંસ્પષ્ટ આદેશ હોવા છતાં કાર્યવાહી ન થવી તંત્રની દ્વિધા નીતિ દર્શાવે છે.
હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને કલેક્ટરના આદેશનું પાલન કરશે કે પછી આ મુદ્દો પણ ફક્ત કાગળ પર જ રહી જશે… પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ

 

*શું આ શોપિંગ સેન્ટરમાં કોઈ ભાજપ નેતાની દુકાન હોવાને કારણે કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે?*

*જિલ્લા કલેક્ટર દ્વારા દબાણ દૂર કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હોવા છતાં નગરપાલિકા હજુ સુધી કાર્યવાહી કરવામાં નિષ્ફળ કેમ*

*“સામાન્ય માણસ માટે નિયમ કડક અને નેતાઓ માટે ઢીલ?”*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!