સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત C P PATEL AND F H SHAH COMMERCE COLLEGE(AUTONOMOUS) ANAND ના BCA,BBA-ITM, PGDCA, M.Sc. (DATA SCIENCE) નો 24 માર્ચ 2026 ના રોજ વાર્ષિકોત્સવ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફેરવેલની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી.

*સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત C P PATEL AND F H SHAH COMMERCE COLLEGE(AUTONOMOUS) ANAND ના BCA,BBA-ITM, PGDCA, M.Sc. (DATA SCIENCE) નો 24 માર્ચ 2026 ના રોજ વાર્ષિકોત્સવ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફેરવેલની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના સાયન્સ પ્રવાહના ડીન ડો. દર્શન બી ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આઇટી સેક્ટરમાં કયા વિષયોમાં વધુ આગળ વધી શકાય તેની સચોટ માહિતી આપી હતી. કાર્યક્રમના પ્રમુખ તરીકે SPET ના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડો બી એન પટેલ, સંયુક્ત મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી અનવેષભાઈ પટેલ, સંયુક્ત મંત્રી રમેશભાઈ પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. તેજલ તન્ના અને વિભાગીય વડા ડો. નયન પટેલ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ડો. નયન પટેલ દ્વારા સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની રુચિ પ્રમાણે પોતાના પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા જેનાથી કાર્યક્રમની શોભા બમણી થઈ હતી. ડો. મિતેશ પટેલ ના નેતૃત્વ હેઠળ પુરા વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ વિડીયો સ્વરૂપે રજુ કરવામાં આવ્યો હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓ નિષ્કા જયસ્વાલ, રાશિ ભાનુશાલી અને પ્રિતેશ પટેલ એ ખુબ મહેનત કરી હતી, પ્રોફેસર નિધિ રાણા તથા ડો. લતા વેદ દ્વારા સમગ્ર કાર્યકર્મનું સંચાલન કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રો. શનિ પટેલ દ્વારા આભાર વિધિ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને મિત્રતાનું ગીત રજૂ કર્યું હતું જેમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભાવુક જોવા મળ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિભાગીય વડા ડો. નયન પટેલ અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. તેજલ તન્ના મેડમના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર સ્ટાફ ના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.*
રિપોર્ટર -હન્નાનભાઈ.એસ.વ્હોરા તારાપુર