વડોદરા ના તરસાલી વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યાલય નો અનોખો અભિગમ ઉમા વિદ્યાલય ખાતે દર શનિવારે કિશોર વયના વિદ્યાર્થીઓ માટે “માઇન્ડફુલનેસ સિરિઝ” યોજવામાં આવે છે.

વડોદરા ના તરસાલી વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યાલય નો અનોખો અભિગમ
ઉમા વિદ્યાલય ખાતે દર શનિવારે કિશોર વયના વિદ્યાર્થીઓ માટે “માઇન્ડફુલનેસ સિરિઝ” યોજવામાં આવે છે. આ પહેલ National Education Policy 2020 ના સર્વાંગી શિક્ષણના દ્રષ્ટિકોણને અનુરૂપ છે.
આ સંચાલન શાળાના પ્રિન્સિપાલ ભાવના ચાવડા દ્વારા કરવામાં આવે છે, જેઓ હેપીનેસ કોચ તરીકે પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપે છે. માઇન્ડફુલનેસ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ સમજવી, નકારાત્મક ભાવનાઓમાંથી બહાર આવી સકારાત્મક વિચારધારા વિકસાવવી અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાની તાલીમ આપવામાં આવે છે.
આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં અભ્યાસમાં એકાગ્રતા વધે છે, કલ્પનાશક્તિ અને વિઝ્યુઅલાઇઝેશન શક્તિ વિકસે છે, સર્જનાત્મકતા અને ક્રિટિકલ થિંકિંગ મજબૂત બને છે તેમજ સ્વસ્થ સંબંધો વિકસે છે.
નવી શિક્ષણ નીતિ અનુસાર શિક્ષણ માત્ર શૈક્ષણિક પરિણામો પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક, ભાવનાત્મક અને મૂલ્ય આધારિત સર્વાંગી વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
ઉમા વિદ્યાલયનો આ પ્રયાસ વિદ્યાર્થીઓને સકારાત્મક, આત્મવિશ્વાસી અને જવાબદાર નાગરિક બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.