જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે યક્ષ બૌતેરાડાડા નો પહેડી મહોત્સવ
જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે યક્ષ બૌતેરાડાડા નો પહેડી મહોત્સવ
જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ નાં ઈષ્ટ દેવ શ્રી સંઘાયડા વારા યક્ષ બૌતેરાડાડા નો વાર્ષિક મહોત્સવ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત તા.3/3/2026 મંગળવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવનાં દિવસે સવારે 10 વાગ્યે ભક્તિ ભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે 5 વાગ્યે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓ માટે સાંજે 6/30 વાગ્યે મહાપ્રસાદી નું આયોજન કરેલ હતું રાત્રીના 10 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભીમભાઇ ઓડેદરા ગ્રૂપ દ્વારા મનોહર કાન ગોપી રાસ ની રમઝટ બોલાવવામાં આવી હતી આ તમામ ધાર્મિક પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ વાગડ તથા આહિર સિંહણ ગામ ની આજુબાજુ ના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્રસંગ નો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી પ્રકાશભાઈ સંઘાર અને શ્રી યક્ષ બૌતેરા પહેડી સમીતીના મહીલા અગ્રણી ચંદ્રીકાબેન સંઘાર નાં માર્ગદર્શન હેઠળ કાર્યકરો જેમલભાઈ, કિશનભાઇ, ભીખુભાઈ, જેન્તીભાઇ, અજયભાઈ, અશોકભાઈ, સંજયભાઈ, મેહુલભાઈ, વનરાજભાઈ,રાઘવ,શિવમ શ્યામ આ તમામે ભારે જહેમત ઉઠાવી હતી ( કેમેરા મેન નૈતિક ઘાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ઘાવડા ખંભાળિયા)