Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

આણંદ જીલ્લા આંકલાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હંગામો: ડોક્ટર-દર્દી વચ્ચે બોલાચાલી , 112 પર કોલ બાદ પોલીસ પહોંચી

 

 

આણંદ જીલ્લા આંકલાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હંગામો: ડોક્ટર-દર્દી વચ્ચે બોલાચાલી , 112 પર કોલ બાદ પોલીસ પહોંચી

આણંદ જિલ્લાના એક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને દર્દી વચ્ચે થયેલી બોલાચાલીનો મામલો વધુ ગંભીર બન્યો છે. મળતી માહિતી મુજબ, દર્દી સારવાર માટે પહોંચ્યા હતા ત્યારે ડોક્ટરના વર્તનને લઈને તણાવ ઊભો થયો હતો.

દર્દી પક્ષે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરે યોગ્ય રીતે વાતચીત ન કરતા વિવાદ ઊભો થયો. પરિસ્થિતિ તંગ બનતા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા દર્દીને “ગેટ આઉટ” કહેવામાં આવ્યું હોવાનો આરોપ છે, જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું.

મામલો બગડતા ડોક્ટર દ્વારા 112 પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા બંને પક્ષને સમજાવી મામલો શાંત કરાયો હોવાનું જાણવા મળે છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં આરોગ્ય કેન્દ્ર પર ભેગા થયા હતા. દર્દી અને તેમના પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી અને ઉચ્ચ અધિકારીઓ પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હાલમાં આ સમગ્ર મામલો આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાશે તેવી શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!