પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે કદ્ર પર્વની ઉજવણી…
પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે કદ્ર પર્વની ઉજવણી…
ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં આવતી વિશેષ રાત્રી કે જે શબે કદ્રથી પ્રચલિત છે તે શબે કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હિજરી સન રમઝાન માસની ૨૭ મી તારીખે શબે કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. શબે કદ્રની રાત હજાર મહિનાઓથી ઉત્તમ રાત્રી ગણવામાં આવે છે. શબે કદ્ર પ્રસંગે મસ્જિદો, દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. પાલેજ નગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં રાત્રે તરાવીહની વિશેષ નમાઝ બાદ વિશેષ નવાફીલ નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા.
તરાવીહની વિશેષ નમાઝ બાદ મોડી રાત્રી સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઇ વિશેષ નવાફિલ નમાઝો અદા કરી હતી. સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી. મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. મદની હૉલમાં સામૂહિક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક ભોજનનો લાભ લીધો હતો. મક્કા મસ્જિદના ખતિબો ઇમામ સાહેબે જીક્ર શરીફ અદા કરાવ્યું હતું. જિક્ર શરીફ બાદ ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. જીક્ર શરીફ બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું…
:- .. પાલેજ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)