Uncategorized
ઊમરેઠ બ્રહ્માંકુમારી સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઊજવણી થઈ.
ઊમરેઠ બ્રહ્માંકુમારી સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઊજવણી થઈ. ઊમરેઠ બ્રહ્માંકુમારી સંસ્થા ના મુખ્ય સંચાલિકા પ.પૂ નીતાબેન ની આગેવાનીમાં ૮ માચૅ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી હસી ખુશી મજાક મસ્તી કરી ને મહિલા ઓ સાથેસૌ મહિલા ઓ એક નારી તું નારાયણી બની ઊજવણી કરવામાં આવી અને આ મહિલા શકિત સન્માન સમારોહ અંતર્ગત વિવિધ પદ ધરાવતી ૧૫ થી વધુ મહિલાઓ નું બ્ર.કુ સંસ્થા ની બહેનો એ શાલ બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ.પૂ નીતાબેન અને ઊમરેઠ નગરપાલિકા સ્કૂલ ના આચાયૅ મનિષા બેન ગજ્જરે બહેનો ને સુદર વ્યકતવ્ય આપી સમજ આપી હતી આ પ્રસંગે મહિલા સંસ્થા ના ઊમરેઠ ના આગેવાન પ્રતિમા બહેન પરમાર ખાસ હાજર રહ્યા હતા રમેશ ચંદ્ર સી રાણા ઊમરેઠ પાટવી ગુજરાતી ન્યઝ