આણંદ જીલ્લા સેવાસદનમાં રેવન્યુ તલાટી અને તેનો વચેટિયો રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા

આણંદ જીલ્લા સેવાસદનમાં રેવન્યુ તલાટી અને તેનો વચેટિયો રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા
આણંદ :
સમગ્ર ઘટનાની વિગત કંઈક એવી છે કે.. આ કામના ફરિયાદી ના પિતા તથા તેમના કૌટુંબિક સભ્યોના નામે બાકરોલ ખાતે આવેલ વડીલોપાર્જીત સંયુકત માલીકીની જમીનમાં વારસાઇની નોંધ ના-મંજુર થયેલ. જે ના-મંજુર થયેલ નોંધોની અપીલની કામગીરી કરી આપવા સારુ આરોપી (૧) રેવન્યુ તલાટી ગૌરવ રાજપુતે પ્રથમ રૂ. 1.20 લાખ ની લાંચની માંગણી કરેલ. જે પૈકી ગુગલ પે મારફતે રૂ. 30 હજાર અગાઉ લઇ લીધેલ અને અપીલની કામગીરી શરુ કરવાની હોય તેમ જણાવી રૂ.10 હજાર ની ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલ.
પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.20/02/2026 ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપી નં. (૧) એ પંચ – ૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા આરોપી નં. (ર) ને આપી દેવાનુ કહેતા આરોપી નં. (ર) એ ફરીયાદીને કચેરી બહાર લઇ જઇ આણંદ જીલ્લા સેવાસદન કચેરીની બહાર, જાહેર રોડ પર, ચ્હાની લારી પાસે જઇ આરોપી નં. (૧) ના કહેવાથી ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. 10 હજાર સ્વીકારી, બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી, આરોપી નં. (૧) એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરતા acb દ્વારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.