Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

એકતા સદભાવના ફાઉન્ડેશન દ્વારા કંસારી ખંભાત ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો

 

*એકતા સદભાવના ફાઉન્ડેશન દ્વારા કંસારી ખંભાત ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો*

તા-૨૯/૦૩/૦૨૬ રવિવારે આણંદ જિલ્લાના ખંભાત કંસારી ગામે એકતા સદભાવના ફાઉન્ડેશન દ્વારા ત્રીજા સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં ૧૦ નવદપતિએ નિકાહ કરી નવા જીવનની શરૂઆત કરી હતી સમારોહ ના અધ્યક્ષ તરીકે આણંદની ફૈથ મલ્ટી‌‌‌‌સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના ડોક્ટર સમીરભાઈ મલેક અને ડોક્ટર આસ્ફાબેન મલેક, અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટીય માનવ અધિકાર એસોસિએશન ગુજરાત રાજ્યના ડિરેક્ટર નશરૂદ્દીન રાઠોડ,જમીયેતે ઉલમા એ હિન્દના ગુજરાતના ઉપપ્રમુખ એમ.જી ગુજરાતી,મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક,એડવોકેટ સલીમ અહેમદ રાણા,મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ મંત્રી સિરાજભાઈકુરેશી,એડવોકેટ અસીમભાઇ ખેડાવાળા, કંસારી ગામના સરપંચ રેશમાબેન શેખ,સમીરભાઈ મિર્ઝા,દિવાન શાહીદશા (અમીતશા)ઓલ ગુજરાત દિવાન ફકિર સમાજના જોઈન્ટ પ્રમુખ,એડવોકેટ ઈફ્તેખાર યમની,ઈદ્રીશભાઇ દવાવાળા, પ્રમોદભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા નસરુદ્દીન રાઠોડ કરીમભાઇ મલેક સલીમએહમદ રાણા અસીમભાઈ ખેડાવાલા ડોક્ટર અસ્ફાબેન મલેકે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા આ સમારોહને સફળ બનાવવા માટે મુલતાનશા દિવાન મ.રફીક શાહ કિસ્મત દિવાન,અઝિમ મલેક તેમજ એકતા સદભાવના ફાઉન્ડેશન કમિટીના તમામ સભ્યો અને વિવિધ કમિટીઓના સભ્યોએ ખૂબ મહેનત કરી હતી.સમાજને આગળ લાવવા કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ કરવા જોઈએ.:-નશરૂદ્દીન રાઠોડ.

રિપોટ ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!