નબીપુર ખાતે આજે સેવા સેતુ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ લાભ લીધો.
*નબીપુર ખાતે આજે સેવા સેતુ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ લાભ લીધો.*
આજરોજ તારીખ 18 માર્ચ 2026 ને બુધવારના રોજ નબીપુર કુમારશાળા ખાતે સેવા સેતુ ગ્રામ્ય બીજા તબક્કાનું આયોજન કરાયું હતું. જેમાં આધારકાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, રેશનકાર્ડ, આયુષમાં કાર્ડ, ગંગા સ્વરૂપ આર્થિક સહાય, વિધવા પેંશન યોજના, વહાલી દીકરી યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તથા મેડિકલ હેલ્થ ચેકઅપ જેવા કામો કરાયા હતા. આ સેતુમાં નબીપુર ઉપરાંત બોરી, કરગટ, ઝંઘાર, ઉમરા, અસુરીઆ, હલદર, સેગવા અને બબુંસર ના ગ્રામજનો એ લાભ લીધો હતો. નબીપુર ગ્રામ પંચાયતના ડે. સરપંચ, સભ્યો, નબીપુરના તલાતીઓ, કુમારશાળા નબીપુરનો સ્ટાફગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમનો લાભ બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો.,, નબીપુર,,*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)