ઊમરેઠ નગર પાલીકા દ્વારા સ્વદેશી ઉત્પાદન ને પ્રોત્સાહન માટે સ્વદેશી મેળો યોજાયો
ઊમરેઠ નગર પાલીકા દ્વારા સ્વદેશી ઉત્પાદન ને પ્રોત્સાહન માટે સ્વદેશી મેળો યોજાયો. ઊમરેઠ નગરપાલિકા અને બજાર સમિતિ ઊમરેઠ દ્વારા સ્વદેશી ઉત્પાદનો ને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક વેપારીઓ ને પગભર બનાવવા ના હેતુસર ઊમરેઠ નગર ના આઈ.લવ.યુ ઊમરેઠ ના વોકવે ખાતે સ્વદેશી મેળો એટલે શોપિંગ ફેસ્ટિવલ નું સુદર આયોજન કરવા મા આવ્યુ હતું લગભગ વીસ જેટલા સ્ટોલ ગોઠવાયા હતા સ્વદેશી ચીજવસ્તુઓથી સ્થાનિક ગૃહ ઉદ્યોગ લઘું ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે હેતુથી સ્વદેશી મેળાનું ઉદઘાટન સંતરામ મદિર ઊમરેઠ પ. પૂ ગણેશદાસજી મહારાજ બ્રહ્માકુમારી નીતાબેન લોકસભા સાંસદ મિતેષભાઈ પટેલ જિલ્લા મંત્રી પથિકભાઈ પટેલ પૂર્વ સાંસદશ્રી લાલસિંહ વડોદિયા પ્રકાશ ભાઈ પટેલ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલખ શાહ સંજયભાઈ પટેલ હિતેશ ભરથરી બક્ષીપંચ મોરચો સાથે મળીને દીપ પ્રાગટય કરી કર્યુ સમગ્ર કાયૅક્રમ નું સંચાલન મનીષા બેન ગજ્જરે સંભાળ્યું હતું રમેશ ચંદ્ર સી રાણા પાટવી ગુજરાતી ન્યુઝ