Uncategorized
જંબુસર તાલુકામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ


જંબુસર તાલુકામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ
જંબુસર તાલુકામાં બોર્ડ ની પરીક્ષા સુચારુ રૂપે થઈ શકે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતીબા રાઓલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
જંબુસર શહેરમાં સરસ્વતી વિદ્યા મંદિર, શ્રીમતી એચ.એસ. શાહ હાઇસ્કુલ, નગરપાલિકા હાઇસ્કુલ, આદર્શ હાઇસ્કુલ, મોલાના મદની હાઇસ્કુલ, પૂજા વિદ્યામંદિર – નહાર, જૈન હાઇસ્કુલ – અણખી તથા ગજેરા હાઈ સ્કૂલ આ તમામ બોર્ડના સેન્ટરો ઉપર થઈને ધોરણ 10 ના 2550 વિદ્યાર્થી તથા એચ.એસ.સી સામાન્ય પ્રવાહના 830 વિદ્યાર્થી તથા વિજ્ઞાન પ્રવાહના 300 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે.
તમામ સેન્ટરો ઉપર શાળાના વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને અને ફૂલ આપીને સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા.