Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
દેશ

રૂનાડ ની શ્રી રામ કબીર વિદ્યાલય માં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો 

 

રૂનાડ ની શ્રી રામ કબીર વિદ્યાલય માં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

શ્રી રામ કબીર વિદ્યાલય રૂનાડ માં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો જેમાં શાળાના નિવૃત્ત આચાર્ય છગનલાલ પરમારે વિદ્યાર્થીઓને પ્રેરણાદાઈ પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું તથા સરપંચ શ્રી અર્જુનભાઈ પરમાર , શ્રી પ્રવીણભાઈ પરમાર દરેક વખતે શાળાને મદદરૂપ થતા એવા શ્રી વિજયભાઈ અને તરુણભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પ્રતીભાવો રજુ કર્યા હતા.

શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી હરીશભાઈ એલ. પઢિયારે એસ.એસ.સી.બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી ફાઈલ ગિફ્ટ માં આપી હતી. શાળા પરિવાર તરફથી દરેક પરીક્ષાર્થીઓને ઉપયોગી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. શાળાના નવ નિયુક્ત શિક્ષણ સહાય યોગીતાબેન પટેલ તથા મિતલબેન ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી આપેલ શુભેચ્છા સંદેશ અને હોલ ટિકિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું

અંતે શાળાના ઇન્ચાર્જ આચાર્ય હરીશભાઈ એલ. પઢિયારે સ્વરચિત ભાવવાહી વિદાય ગીત રજૂ કરી વિદ્યાર્થીઓને વિદાય આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!