પાલેજ – નારેશ્વર બિસ્માર માર્ગ તેમજ ભીની રેતી ભરી વહન કરતા ડમ્પરોથી ત્રસ્ત ગ્રામજનોએ પાછિયાપુરા ગામ નજીક ડમ્પરો અટકાવી જનતા રેડ કરી….
પાલેજ – નારેશ્વર બિસ્માર માર્ગ તેમજ ભીની રેતી ભરી વહન કરતા ડમ્પરોથી ત્રસ્ત ગ્રામજનોએ પાછિયાપુરા ગામ નજીક ડમ્પરો અટકાવી જનતા રેડ કરી….
બિસ્માર બનેલો પાલેજ – નારેશ્વર માર્ગ તેમજ ભીની રેતી ભરી વહન કરતા ડમ્પરોથી ત્રસ્ત ગ્રામજનોએ કરજણ તાલુકાના પાછિયાપુરા ગામ નજીક જનતા રેડ કરી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજરોજ પાછિયાપુરા ગામ નજીક મુળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેષ પરમાર સહિત પાછિયાપુરા ગામ સહિત આસપાસના ગામોના સરપંચ તેમજ ગ્રામજનોએ એકત્ર થઇ રેતી ભરી વહન કરતા ડમ્પરોને અટકાવ્યા હતા. ગ્રામજનોએ ભારે સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. જનતા રેડના પગલે વાહનોની લાંબી કતારો પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા પાછિયાપુરા ગામ નજીક જોવા મળી હતી. તો બીજી તરફ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ
મુળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ કમ એડવોકેટ મિનેષ પરમારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજરોજ જનતા રેડના માધ્યમથી પાછિયાપુરા ગામ પાસે એકત્ર થયા હતા. પાછીયાપુરા ગામના સરપંચ, ડે સરપંચ તેમજ આજુબાજુના ગામોના સરપંચ તેમજ ગ્રામજનો સાથે જનતા રેડ કરવામાં આવી હતી. દિનપ્રતિદિન ભીની રેતીના કારણે પાલેજ – નારેશ્વર માર્ગ બિસ્માર બન્યો છે. એક એક ફૂટ ઉંડા ખાડા પડી ગયા છે. સ્થાનિક રાહદારીઓને આવવા જવામાં મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું ન હોવાના આક્ષેપ કર્યા હતા. અવારનવાર તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્રની ઘોર નિંદ્રાને કારણે સ્થાનિકો પરેશાન થઇ રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. તંત્ર પર રાજકીય દબાવ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. રાજકીય દબાણના કારણે ગોરખધંધા ચાલી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. રાજકીય ચૂંટાયેલી પાંખ પર બોલવા રાજી ન હોવાના આક્ષેપ કર્યા હતા. એડવોકેટ મિનેષ પરમારે સત્તાધારી રાજકીય પક્ષોના આગેવાનો તેમજ તંત્ર સામે આક્ષેપો કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. માર્ગ બાબતે જો નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)
